સાવલી: સાવલી ખાતે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન
Savli, Vadodara | Nov 11, 2025 સાવલી ખાતે જનતાની સમસ્યાઓ, પ્રશ્નો અને વેદનાને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ સમિતિ દ્વારા જન આક્રોશ સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા. વડોદરા જિલ્લા તથા તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારશ્રીઓ, આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહી લોકહિતના પ્રશ્નોને ઉઠાવ્યા હતા.