જેસર: શાંતિનગર ગામે કમોસમી વરસાદના કારણે બે જર્જરીત મકાન ધરાશાઈ થયા
જેસર નજીક આવેલા શાંતિનગર ગામે વરસાદના ભેજના કારણે બે કાચા મકાનો અચાનક ધરાશાયી થયા હતા આ બંને મકાનો ગરીબ પરિવારના હતા અને વર્ષો જૂના હોવાથી વરસાદના માર સામે ટકી શક્યા નહોતા. મકાન ધરાશાયી થવાના કારણે ઘરમાં રહેલો તમામ ઘરવખરીનો સામાન, અનાજ અને જરૂરી દસ્તાવેજો કાટમાળમાં દટાઈ ગયા છે, જેના કારણે પરિવારને મોટું આર્થિક નુકસાન થયું છે. સદનસીબે જાનહાનિ તળી.