ઠાસરા તાલુકાના ઉદમતપુરામાં દીપડાનો આતંક સામે આવ્યો છે. મંગળવારે બપોરે દીપડાએ ચાર લોકો પર હુમલો કર્યો હતો. જે બાદ વન વિભાગ અને સ્થાનિક એનજીઓ દ્વારા પાંજરા મૂકીને દીપડાની પકડવાની કવાયત હાથ ધરવામાં આવી છે પરંતુ આ વાતને 24 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજી સુધી દીપડાની બાળ નહીં મળતા ગ્રામજનોના જીવ ટાળવે ચોટ્યા છે. વન વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.