જૂનાગઢ: હાથીખાના પાસે 15 દિવસથી ગટરના પાણી ઉભરાતા લોકો હેરાન પરેશાન, રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો, રોગચાળાનો ભય
જુનાગઢ શહેરના હાથીખાના પાસે છેલ્લા 15દિવસથી ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે જેલની પાછળના ભાગેથી આ ગટર ઉભરાઈ રહી છે અને જાણે રસ્તા પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે એક તરફ બિસ્માર રસ્તા અને તેમાં ગટરનું પાણી ભરાતા લોકોને અવરજવરમાં પણ વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે બીજી તરફ સ્થાનિક લોકોમાં પણ રોગચાળાનો ભય છે આ ગટરના પાણીથી રોગચાળો થાય તેવી પૂરેપૂરી શક્યતા છે અનેકવાર મહાનગરપાલિકામાં રજૂઆત છતાં કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવા આક્ષેપ.