કામરેજ: કામરેજ ચારરસ્તા નજીકથી ACB એ લાંચિયા પોલીસ કર્મીને ઝડપી લીધો.
Kamrej, Surat | Sep 16, 2025 વધુ એક લાંચિયો પોલીસ કર્મચારી ACB ના ઝપટે,સુરત ગ્રામ્ય LCB પોલીસ કર્મચારી લાંચ લેતા ઝડપાયો,દારૂના ગુનાના બે આરોપી ને માર નહી મારવા માટે LCB ના પોલીસ કર્મચારી હસમુખ કિશન ભાઈ ચુડાસમા એ એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી,જોકે બે પૈકી એક આરોપીની પત્ની લાંચ આપવા માંગતી ન હતી,તેણે ACB નો સંપર્ક કરતા ACB એ છટકું ગોઠવ્યું હતું,પ્લાન મુજબ કામરેજ નજીક પોલીસ કર્મચારીને બોલાવી લાંચ લેતા રંગે હાથ ઝડપાવી દીધો,ACB ની ટ્રેપ ને લઈને લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો.