મહુવા: હુમલા પીડિત આદિવાસી પરિવારને 6 લાખની સહાય ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાના હસ્તે અપાઈ.
Mahuva, Surat | Oct 29, 2025 મહુવા તાલુકાના ગોપળા ગામે દિવાળીની રાત્રે માલધારી સમાજના યુવાનો દ્વારા ઢોડિયાવાડ ફળિયામાં રહેતા હર્ષદભાઈ પટેલ, ક્રિષ્નાબેન પટેલ અને પ્રિન્સ પટેલને નાલાયક ગાળો આપી દાતરડા જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, જેને પગલે આજુબાજુના ગામના આદિવાસી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા આદિવાસી સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. મહુવા પોલીસે માલધારી સમાજના ઈસમો વિરુદ્ધ એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.