વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની પુણ્યતિથિ નિમિત્તે આજરોજ રેસકોર્સ ખાતે આવેલ બાબા સાહેબ ની પ્રતિમા ને ફૂલહાર,પુષ્પાંજલિ,શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા મહેશ સોલંકી અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહી તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.