ભાવનગર: અકવાડા ગામે સર્જાયેલી મારામારી મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો
ભાવનગર શહેરના અકવાડા ગામે મારામારીની ઘટના બની હતી. અકવાડા ગામે રામાપીરના મંદિર નજીક એક યુવાન પર હુમલો કરાયો હતો. જેમાં યુવાનને ઇજા પહોંચતા ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય હતી. ઘોઘા રોડ પોલીસે ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી એક શખ્સને ઝડપી લીધો હતો. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.