નર્મદા મૈયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી યુવતીએ આજે 11 કલાકના અરસામાં અગમ્ય કારણોસર મોતની છલાંગ લગાવી હતી.સદનસીબે રાહદારીઓની નજરે યુવતી પર પડતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરી તેઓને જાણ કરી હતી.ધર્મેશ સોલંકી દ્વારા સ્થાનિક નાવિકોની મદદ વડે યુવતીને બચાવી હતી.અને બહાર કાઢી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.