જાંબુઘોડાના ફુલપરી ગામે આવેલું અંબે માનું મંદિર તા.5 નવેમ્બરની આરંભ થતી રાત્રે અજાણ્યા તસ્કરોનો શિકાર બનતા બચી ગયુ હતુ.નવીનગરી નજીક આ મંદિરની દીવાલમાં બનાવેલી દાન પેટીમાથી ચોરી કરવા માટે ચોરોએ મંદિરની દીવાલ તોડવાનો પ્રયાસ કર્યો હતો.તસ્કરોએ દાન પેટીવાળી દીવાલમાં મોટું બકોરું પાડ્યુ હતું.જોકે તેમનો ચોરીનો પ્રયાસ સફળ થયો ન હતો.જ્યારે આજે સવારે મંદિરના પૂજારી દીવા-બત્તી કરવા આવ્યા ત્યારે તેમણે દીવાલમા પડેલુ આ ભંગાણ જોયુ હતું