માળીયા: માળીયા મિયાણાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસનો દરોડો, પાંચ પત્તા પ્રેમીઓ ઝડપાયા
Maliya, Morbi | Nov 5, 2025 માળીયા મિયાણા તાલુકાના ખાખરેચી ગામે રહેણાંક મકાનમા બહારથી માણસો બોલાવી જુગારનો અખાડો ચલાવવામાં આવતો હોવાની બાતમીને આધારે માળીયા મિયાણા પોલીસે દરોડો પાડી જુગારધામ સંચાલક સહિત પાંચ જુગારીઓને રોકડા રૂપિયા 10,240 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.