વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં વાવ-થરાદ જિલ્લામાં શિક્ષણ અને પોષણ સુધારવા માટે એક નવી પહેલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ અંતર્ગત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ હવે આંગણવાડી અને શાળાના વિદ્યાર્થીઓ સાથે મધ્યાહન ભોજન કરશે. આ અભિયાનનો પ્રારંભ ભાભર તાલુકાની કુંવાળા પ્રાથમિક શાળા ખાતેથી કરવામાં આવ્યો હતો.