વડોદરા જિલ્લાના ડભોઇમાં ફરજ બજાવતા BLO મુસ્તાક મન્સૂરીની તબિયત આજે અચાનક લથડી હતી. ફિલ્ડમાં કામ દરમ્યાન તેઓ અચાનક બેભાન થઈ પડતા સહકર્મીઓ દ્વારા તાત્કાલિક તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં હાલ SIR (State Intensive Revision) કામગીરી ચાલી રહી છે, જેમાં ફિલ્ડ વર્કની મુખ્ય જવાબદારી BLO અધિકારીઓ પર હોય છે. સતત દસ્તાવેજોની ચકાસણી, ઘર-ઘર સર્વે અને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ કરવાની ફરજને કારણે BLO પર કામનું ભારે