સોજાલી-ઘોડાલી રોડ પર મોપેડ સ્લિપ થઈ જતાં અમરાપુરાના યુવકનું નીપજયું દુઃખદ મોત.યુવક અમ.વટ જી.આઈ.ડી.સીમા આવેલ ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. ત્યારે નિત્યક્રમ મુજબ યુવક નોકરી પરથી પરત ઘરે જતાં ઘોડાલી-સોજાલી રોડ ઉપરના ભવાનીપુરા નજીકથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે કોઈ અગમ્ય કારણોસર મોપેડ સ્લીપ ખાઈ જતાં યુવક રોડ પર પટકાતા માથામાં અને શરીર પર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યાં હતા.