ગોધરા: ગોધરા શહેરના મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઈસ્હાક મામનીને શ્રેષ્ઠ કામગીરી બદલ ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા.
ગોધરાના સમાજસેવી તથા મુસ્લિમ સમાજના અગ્રણી હાજી ઈસ્હાક મામનીને વર્ષ 2025ની ગુજરાત હજ કમિટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા. ગુજરાત હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે તેમને ટ્રોફી અર્પણ કરી સન્માન આપ્યું. હાજી ઈસ્હાક મામનીએ હજયાત્રીઓને સુવિધાઓ, માર્ગદર્શન અને સેવાકાર્યમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમની સેવાભાવી કામગીરીને બિરદાવતા આ સન્માન અપાયું. ગોધરાના મુસ્લિમ સમાજમાં આનંદનો માહોલ છવાયો હતો