માણસા: શોભાસણ ગામે રહેણાંક વિસ્તારમાંથી ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કરાયું#Rescue
માણસા તાલુકાના શોભાણ ગામે એક ઘરમાં ઝેરી કોબ્રા સાપ ઘુસી ગયો હતો. જેની જાણ જયભોલે રેસ્ક્યુ ટીમના ગૌતમભાઈ પટેલને કરવામાં આવી હતી. માહિતીને પગલે ગૌતમભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે બાદ ભારે જહેમતે જીવદયા પ્રેમીએ ઝેરી કોબ્રા સાપનું રેસ્ક્યુ કર્યું હતું. રેસ્ક્યુ કરાયેલ ઝેરી કોબ્રા સાપને સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડી મુકાયો હતો.