શહેરના સુભાષનગર આવાસ યોજનાના મકાન ખાતે મહાનગરપાલિકા દ્વારા અરજદારોની ફરિયાદને લઈને રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી અંતર્ગત પ્રમુખ દ્વારા લોકોને ભેગા કરી આ કામગીરી અટકાવતા પોલીસ ફરિયાદ નોંધાય હતી. જે ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી પ્રમુખને ઝડપી લઇ આગળની તપાસ હાથ ધરી છે.