ગોધરા: શહેરના વોર્ડ-10ના ગોન્દ્રા હલીમા મસ્જિદ વિસ્તારમાં કચરાના ઢગલા, રહીશો ત્રાહિમામ, રોગચાળાનો ભય.
ગોધરા શહેર શહેરના વોર્ડ નંબર 10 માં આવેલ ગોન્દ્રા હલીમાં મસ્જિદ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી સંપૂર્ણપણે ઠપ હોવાની સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર કચરાના ઢગલાઓથી ખદબદી રહ્યો છે. આ ગંદકીએ માત્ર સ્થાનિકોનું જીવવું જ મુશ્કેલ નથી બનાવ્યું, પરંતુ તેમના આરોગ્ય સામે પણ ગંભીર ખતરો ઉભો કર્યો છે. રોગચાળો ફેલાવવાની દહેશત સાથે સ્થાનિકો તંત્ર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. સ્થાનિકો માગ કરી રહ્યા છે