દુષ્કર્મના કેસમાં પાલીતાણાના શખ્સને કોર્ટ ખાતેથી 10 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો
Bhavnagar City, Bhavnagar | Dec 1, 2025
ભાવનગર જિલ્લામાં દુષ્કર્મના કેસમાં એક શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. દુષ્કર્મ અંગેના કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે દિનેશ વાઘેલા નામના ઈસમને ઝડપી લીધો હતો. જે અંગેનો કેસ ભાવનગરની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલને દલીલોને આધારે નામદાર કોર્ટ દ્વારા શખ્સને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને દંડનો હુકમ કરાયો.