અંકલેશ્વર: જી.આઈ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલા બે સગીર ભાઇ-બહેન તેઓના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.
અંકલેશ્વર જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પાંચ વર્ષની બાળકી અને ચાર વર્ષનો એક બાળક બંને ભાઈ-બહેન પોતાના ઘરનો રસ્તો ભુલી જતા ગુમ થયા હતા.આ બંને બાળકો બેલ કંપની પાસે મળી આવતા જાગૃત નાગરીકે ૧૧૨ ઇમરજન્સી હેલ્પ લાઇન ઉપર જાણ કરતા ૧૧૨ની ટીમ તાત્કાલી સ્થળ ઉપર પહોંચી બાળકોને ઘરના સરનામા બાબતે પુછતા તેઓના દાદી જીતાલી અને માતા-પિતા ભરૂચ ખાતે રહે છે.ઘરના સરનામા તેઓને ખબર ન હોય બંને બાળકોને સાથે રાખી પોલીસે જીતાલી તેઓની દાદીને ત્યાં તપાસ કરિ હતી.