ગોધરા શહેરના પોલીસગઢી વિસ્તારમાં આવેલા પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિરે દેવદિવાળી પર્વે કારતક સુદ પૂનમે ભવ્ય અન્નકૂટ ઉજવણી થઈ હતી. મંદિર પરિસરમાં આલોક સજ્જા, રંગોળી અને પરંપરાગત શણગારથી વિશેષ ધાર્મિક માહોલ સર્જાયો હતો. માતાજીને વિવિધ ભોજનનો અન્નકૂટ ધરાવી મહાઆરતી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા. ગોધરા ધારાસભ્ય સી. કે. રાઉલજી પણ દર્શનાર્થે ઉપસ્થિત રહ્યા હતા. મંદિર ટ્રસ્ટે ભક્તોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરી હતી.