તોરણ વાળી ચોક બજાર એ મહેસાણા શહેર નું સૌથી જૂનું બજાર છે અને ગીચ વિસ્તારમાં આવેલા આ તોરણવાળી ચોક બજાર ને મહેસાણા મહાનગરપાલિકા એ હેરીટેઝ લૂક આપી નો-વ્હિકલ ઝોન બનાવવા નો નિર્ણય કર્યો છે.હજુ હેરીટેઝ લૂક આપવા ની કામગીરી શરૂ કરી નથી ત્યાં તો મહેસાણા મહાનગરપાલિકા એ રસ્તો બંધ કર્યા નો હુકમ નું બોર્ડ લગાવી દીધું છે.આથી મહેસાણા તોરણવાળી માતા ના ચોક બજાર ના તમામ વેપારીઓ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખી રોષ વ્યકત કર્યો હતો.