વડોદરા : છાણી પોલીસ મથકની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે, છેલ્લે ચાર મહિનાથી માંજલપુર પોલીસ મથક ખાતે નોંધાયેલા 15 લાખ રૂપિયાની છેતરપિંડીના ગુનામાં વોન્ટેડ આરોપી તૃષાર સપકાલ રામા કાકાની ડેરી સામે આવેલા ચાની કીટલી પાસે ઉભો છે.જે માહિતીને આધારે પોલીસની ટીમે સ્થળ પર પહોંચી તેને દબોચી લીધો હતો અને વધુ કાર્યવાહી માટે માંજલપુર પોલીસ મથકને સોંપવામાં આવ્યો હતો.