વલસાડ: તિથલ રોડ પર આવેલા બ્રાન્ડેડ કપડાની દુકાને પાલિકાએ સીલ કરી નોટિસ પાઠવી
Valsad, Valsad | Sep 17, 2025 બુધવારના 4 કલાકે પાલિકાના કર્મચારીએ આપેલી વિગત મુજબ વલસાડના તિથલ રોડ પર આવેલ બ્રાન્ડેડ કપડા ની દુકાને પાલિકા દ્વારા સીલ કરવામાં આવી છે. અને પાલિકાએ નોટિસ પાઠવી છે. પાલિકાના કર્મચારીએ જણાવ્યું કે, પરમિશન અને લાયસન્સ વગર આ દુકાન ઊભી કરવામાં આવી છે. તેમજ કોઈપણ જાતનો વેરો પણ ભરવામાં ન આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું.જેને લઇ પાલિકાએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરી દુકાન સીલ કરી નોટિસ ફટકારી છે.