તાલુકાના વાવડી ગામ પંચાયત ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ, 2005 હેઠળ કાયદાકીય જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય મહિલાઓમાં ઘરેલુ હિંસા અંગે જાગૃતિ લાવવાનો, તેમના હક્કો વિશે માહિતી આપવાનો અને કાયદાકીય મદદ મેળવવાના માર્ગો દર્શાવવાનો હતો.