નેત્રંગ: નેત્રંગ તાલુકામાં કમૌસમી વરસાદના કારણે ૯૦૦૦ હેક્ટરથી વધુ પાક અસરગ્રસ્ત .
નેત્રંગ તાલુકામાં જુન માસમાં વરસાદના આગમનથી સાથે તુવેર-૩૬૪૦.હેક્ટર,સોયાબીન-૧૯૮૦,કાપાસ-૩૬૦૨,ડાંગર-૧૫૯૫ અન્ય-૧૧૧૩ પાકનું વાવેતર થયું હતું.જેમાં દિવાળી પછી પડેલા કમૌસમી વરસાદના કારણે અંદાજીત ૯૦૦૦ હેક્ટરથી વધુ પાક નષ્ટ-નાબુદ થતાં ખેડુતોને ખાતર,બિયારણ અને ખેતમજુરી માથે પડતા પાયમાલ બન્યા છે.રાજ્ય સરકાર પાસે નુકસાની પેટે વળતરની માંગ કરી રહ્યા છે.