ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવતા સુરતની તાપી નદી બે કાંઠે વહી રહી છે.આ પરિસ્થિતિને કારણે સિંગણપોર અને રાંદેરને જોડતો વીયર કમ કોઝવે છેલ્લા ચાર મહિનાથી ઓવરફ્લો થઈ રહ્યો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે.દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ વર્ષે પણ છલોછલ ભરાઈ ગયો છે. 1 નવેમ્બર, 2025 ના રોજ ડેમની સપાટી 345 ફૂટ નોંધાઈ છે, જે ભયજનક સપાટી ગણાય છે. છેલ્લા 25 વર્ષના આંકડાઓ અનુસાર,નવેમ્બર મહિનામાં ડેમની સપાટી 345 ફૂટથી વધુ માત્ર 4 વખત જ રહી છે.