તાલુકા પોલીસે છઠીયારડા ગામમાંથી ૩.૩૬ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Mahesana City, Mahesana | Sep 16, 2025
મહેસાણા તાલુકા પોલીસે છઠીયારડા ગામની સીમામાં ગુપ્ત બાતમીના આધારે દરોડો પાડી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે હાથ ધરેલી આ કામગીરીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ તથા બિયરની કુલ ૧,૦૨૧ બોટલો મળી આવી હતી, જેની બજાર કિંમત અંદાજે રૂ. ૩,૩૬,૫૯૪/- થાય છે.