વઢવાણ: બલદાણા ગામના પાટીયા પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં ચાર વ્યક્તિઓને પહોંચી ઇજા
વઢવાણ પોલીસ મથકે અશોકભાઈ મકવાણા ફરિયાદ કરતા જણાવ્યું હતું કે તેઓ ચુડા લોકિકે ગયા હતા ને ત્યાંથી પરત ફરતા સમયે બલદાણા ગામના પાટીયા પાસે તેઓની કાર નંબર Gj 12 EE 0092 કાર સાથે અમદાવાદ તરફથી આવતી GJ 03, MR 9139 વરના કારના ચાલકે તેઓની સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હતો ત્યારે આ અંગેની વઢવાણ પોલીસમાં ફરિયાદ નોંધાય છે કારચાલક સામે પોલીસે તપાસ હાથ ધરી છે