ઉધના: સુરત શહેરના ભેસ્તાનમાં વેપારી પર હુમલો કરી સોનાની ચેઈન સહિત ૨૦ હજારની લૂંટ
Udhna, Surat | Sep 16, 2025 સુરત શહેરના નવાગામ વિસ્તારમાં રહેતા વેપારી સાથે અગાઉના જુના ઝઘડાની અદાવતમાં કેટલા માથાભારે ઈસમોએ ઝઘડો કર્યો હતો. એટલું જ નહીં પરંતુ વેપારીને માર મારી ચપ્પુના ઘા મારી તેમની સોનાની ચેઈન તથા રોકડા રૂપિયા ૨૦,૦૦૦ ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેથી ભોગ બનનાર વેપારીએ આ મામલે ડીંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ ચાર ઈસમો સામે લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.