વડોદરા પશ્ચિમ: કોઠી ચાર રસ્તા પાસે એવો અકસ્માત સર્જાયો કે ગાડીઓના ભુક્કા બોલી ગયા
કોઠી ચાર રસ્તા પાસે આજે સવારે આશરે 5:45 વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સ્વિફ્ટ કારચાલકે સિગ્નલ બંધ હોવા છતાં જોખમી રીતે લાલ બત્તી ક્રોસ કરી ઈનોવા કારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું છે. ઘટના સમયે સિગ્નલ બંધ હોવા છતાં સ્વિફ્ટ કારચાલકની બેદરકારીના કારણે આ અકસ્માત થયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે.ત્યારે અકસ્માતની આ ઘટના ના વિડિયો સામે આવ્યા છે.