વડોદરા પશ્ચિમ: રખડતા ઢોરના કારણે અકસ્માતના બે બનાવ, એક યુવકનું મોત અને એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત,જુઓ અકસ્માતના સીસીટીવી ફૂટેજ
વડોદરામાં રાત્રે રખડતા ઢોરના કારણે બે અકસ્માત ના બનાવ સામે આવ્યા છે.પશુ માલિકો હવે રાત્રે પશુઓ રખડતા મૂકી દે છ3 જેના કારણે અકસ્માત વધ્યા છે. અકસ્માત ની બે જુદીજુદી ઘટનાઓમાં એક બાઇક ચાલકનું મોત થયું છે તો વળી એની એક બાઈક ચાલક ઘાયલ થયો છે.પ્રથમ બનાવ માં ન્યૂ સમા રોડ પર સંદીપ નેગી નું રોડ પર ઢોર આવી જતા અકસ્માતે મોત થયું છે.બીજા બનાવમાં માંજલપુરના ભાવિન પટેલને સોમા તળાવ પાસે રસ્તા વચ્ચે ઢોર આવી જતા અકસ્માત નડ્યો હતો.