અંકલેશ્વર: અંકલેશ્વર નજીકના હાથુરાન ગામ પાસે આવેલી મહુવેજ કેનાલમાં નાહવા ઉતરેલા કામદારોમાંથી એક વ્યક્તિ પાણીમાં ડુબી જવાથી લાપતા થઈ
હાથુરાન ગામ નજીક મહુવેજ કેનાલમાં નાહવા ઉતરેલ કામદાર પૈકી એક પાણીમાં ડુબી ગયો હતો ત્યારે પાનોલી ફાયર બ્રિગેડ તથા સુરત SMC ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુ ઑપરેશન શરૂ કર્યું હતું. મહુવેજ કેનાલમાં ૨-૩ કામદાર કેનલમાં નાહવા ગયા હતા જેમાંથી એક વ્યક્તિ લાપતા બન્યો છે. લાપતા વ્યક્તિની ઓળખ અને મૂળ રહેવાસી સ્થળની વિગતો હજુ સુધી જાણી શકાયી નથી.