ગાંધીધામ: આદિપુરમાં એસઆઈઆર મતદાર યાદી સુધારણા ઝુંબેશ કાર્યરત
દેશના 12 રાજ્યોમાં ખાસ સઘન મતદાર યાદી સુધારણા (SIR) શરૂ થયું છે, જેમાં આશરે 51 કરોડ મતદારોને આવરી લેવામાં આવશે. SIR હાથ ધરવાનો ચૂંટણી પંચનો ઉદ્દેશ્ય મતદાર યાદી અપડેટ કરવાનો અને મતદાર યાદીમાં લાયક મતદારોના નામનો સમાવેશ કરવાનો છે. SIR હાથ ધરીને, ખાતરી કરવામાં આવશે કે, મતદાર યાદીમાં કોઈ નામ બાકી ન રહે અથવા પુનરાવર્તિત ન થાય. જે અનુસંધાને આદિપુર નગરપાલિકામાં સેવા બજાવનાર મનોજભાઈ શર્મા દ્વારા હોમ ટુ હોમ જઈને આ સેવા કરવામાં આવી રહી છે.