કારતકી પૂનમ એટલે દેવ દિવાળીના પાવન અવસરે તલોદ શહેર અને તાલુકાના દેવ મંદિરોમાં શ્રદ્ધાળુઓએ ઉમંગભેર ઉજવણી કરી હતી. દેસાઇનગરના પૌરાણિક મહાદેવ મંદિર અને અમદાવાદ-મોડાસા સ્ટેટ હાઇવે પર વજાપુર ખાતે આવેલા મહાકાલેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં દીપ પ્રજ્વલિત કરીને દેવ દિવાળી પર્વની ઉજવણી કરવામાં આવતા, દીપ જ્યોતિથી મંદિર પરિસર ઝળહળી ઉઠ્યા હતા. આ સાથે, તલોદ શહેર મધ્યે આવેલા અંબે માતાજી મંદિર અને સલાટપુરના ખો