મહે. તાલુકાના માંકવા ઓવરબ્રિજ પર રીક્ષા પલટી ખાઈ જતાં ત્રણ લોકો થયા ઘાયલ. ત્યારે સિહુંજના રામપુરા વિસ્તારના રહેવાસી ખેડૂત મોપેડના સ્પેરપાર્ટ્સની ખરીદી માટે ગયા હતા. જેઓ ખાત્રજ ચોકડીથી રિક્ષામાં બેસી પરત ફરી રહ્યા હતા. તે સમયે રીક્ષા માંકવા ઓવરબ્રિજ પરથી પસાર થતા રીક્ષા ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા રીક્ષા પલટી ખાઈ હતી. જેથી ખેડૂત સહિત અન્ય ત્રણ વ્યક્તિઓને ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા.રીક્ષા ચાલક સામે નોંધાઈ ફરિયાદ.