જૂનાગઢ: વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે શહેર ભાજપ દ્વારા શિવ પૂજા તેમજ યોગ સહિતના કાર્યક્રમ યોજાયા,ધારાસભ્ય સહિતના જોડાયા
દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી મહાનગર દ્વારા આજે નાગેશ્વર મહાદેવ મંદિર સરદાર બાગ ખાતે શિવ પૂજન કરી વડાપ્રધાનના લાંબી આયુષ્ય થાય અને દેશને લઈને સારા કાર્ય કરી શકે તેવી પ્રાર્થના કરવામાં આવી તેમજ મેદસ્વિતા નાબુદી અભિયાનને લઈને યોગબોર્ડ દ્વારા યોગના પણ કાર્યક્રમ યોજવામાં આવ્યા તેમજ સાથે સરદારબાગ નાગેશ્વર મંદિર પાસે સફાઈ પણ કરવામાં આવી હતી.