આમોદ: આમોદમાં ખેલોત્સવની ધમાકેદાર શરૂઆત, શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત વોલીબોલ ટુર્નામેન્ટના ઉદ્ઘાટન
Amod, Bharuch | Nov 9, 2025 આમોદની રમતગમત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા અને યુવા શક્તિને સકારાત્મક માર્ગે વાળવાના ઉદ્દેશ્યથી આમોદ શબનમ સ્પોર્ટ્સ ક્લબ દ્વારા ચામડિયા હાઇસ્કૂલના વિશાળ મેદાન ખાતે વોલીબોલ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ખેલોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ સમગ્ર આયોજનની સફળતા પાછળ ક્લબના અગ્રણી મહેબૂબ કાકુજીની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે,