પાદરા: સાંઢા પ્રીમિયર લીગ સીઝન–2 નું સફળ આયોજન, નાવ્યા ઇલેવન ટીમ વિજેતા બની
સાંઢા ગામ ખાતે સ્થાનિક યુવાનો દ્વારા સાંઢા પ્રીમિયર લીગ સીઝન–2 નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટમાં કુલ ચાર ટીમોએ ભાગ લીધો હતો, જેમાં અંતિમ મુકાબલામાં નાવ્યા ઇલેવન ટીમે વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી હતી. ફાઇનલ મુકાબલા બાદ વિજેતા ટીમને ગામના સરપંચ શ્રી રતિલાલ ગોહિલના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. સાથે જ મેન ઑફ ધ મેચ તથા મેન ઑફ ધ સિરીઝ તરીકે પસંદ થયેલ ખેલાડીઓને વિશેષ સન્માનથી નવાજવામાં આવ્યા હતા.