નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ કોર્પોરેશનની ટીમ દ્વારા સતત દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખવામાં આવી છે જે અંતર્ગત શુક્રવારે સવારે નડિયાદ મનપાની દબાણ હટાવવાની ટીમ દ્વારા શહેરના ટાઉન પોલીસ મથકની સામે ઊભા રહેલા ગેરકાયદેસર લારી ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. અને આગામી સમયમાં પણ આ જ પ્રકારે કોર્પોરેશનની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવશે તેમ કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું.