વડોદરા પૂર્વ: દિલ્લી બ્લાસ્ટ ઇફેક્ટ:અડધી રાત્રે રેલવે સ્ટેશન ખાતે અચાનક મુસાફરો ના સામાન અને વાહનો નું ચેકીંગ હાથ ધરાયું
દિલ્લી લાલ કિલ્લા પાસે કારમાં બ્લાસ્ટ નો મામલો ખૂબ ગંભીર છે ત્યારે દિલ્લી ની ઘટના બાદ વડોદરાની સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે.એરપોર્ટ, રેલવે સ્ટેશન,બસ ડેપો સહિતના સ્થળોએ સઘન ચેકીંગ હાથધરાયું હતું.ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ સહિતની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. શહેર પોલીસ દ્વારા ભીડભાડ વાળી જગ્યા પર પોલીસ બંદોબસ્ત વધારાયો છે.શહેર પોલીસ દ્વારા વાહન ચેકીંગ સહિતની કામગીરી સઘન બનાવાઇ હતી.શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત વધારાયો છે.