કરમસદ થી નીકળેલી યુનિટી માર્ચનુ વડોદરા ગ્રામ્ય તરફ પ્રસ્થાન થઈ ચૂક્યું છે. વડોદરાના વરણામાથી નીકળેલી યુનિટી માર્ચ પોર ગામે પહોંચી હતી.આ યુનિટી માર્ચમા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી,અર્જુન મોઢવાડિયા,પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા હતા.ડભોઈ તાલુકાના મેનપુર ગામે યુનિટી માર્ચ પહોંચશે. ત્યારબાદ મેનપુર ખાતે સરદાર ગાથાના કાર્યક્રમમાં મહાનુભાવો ઉપસ્થિત રહેશે.આ કાર્યક્રમ માં જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ મનોજ સિન્હા પણ ખાસ હાજર રહેવાના છે.