અમદાવાદ શહેર: ગોમતીપુરમાં શખ્સોએ તોડફોડ કરીને છરી બતાવી માર માર્યો, સમગ્ર ઘટનાના CCTV આવ્યા સામે
ગોમતીપુરમાં અંગત અદાવતમાં બે શખ્સોએ યુવકના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને છરી બતાવી માર માર્યો હતો. તેમજ બંનેએ એક મોબાઇલની દુકાનમાં પણ તોડફોડ કરી હતી. આ અંગે યુવકે બંને શખ્સો સામે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.