હાલ ભરૂચ તાલુકાના લુવારા ગામમાં નાળુ પુરાણ કરી દેતા લોકો ગામ બેટમાં ફેરવાય તેવી દહેશતમાં મુકાયા છે.હાઇવે ઓથોરિટી દ્વારા ચાલી રહેલ કામગીરીને પગલે નાળુ પુરાણ કરી દેતા ખેતરો બેટમાં ફેરવાયા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.આ અગાઉ અનેકવાર રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન નહીં આપવામાં આવતા ગામ બેટમાં ફેરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.ત્યારે તંત્ર યોગ્ય પગલાં લેવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે.