ઝઘડિયા: રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા મિયાવાકી પદ્ધતિથી પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું.
ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે કેચ ફાઉન્ડેશન દ્વારા પંદર હજાર જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે, સીવીએસપી મિયાવાકી પધ્ધતિનો ઉપયોગ કરીને આ વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે, આ કાર્યક્રમમાં રાણીપુરા ગામના સરપંચ, ઉપસરપંચ, ગામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, કેચ ફાઉન્ડેશન તરફથી મુખ્ય સંચાલન અધિકારી ઝવેરભાઈ સિસોદિયા તથા ફાઉન્ડેશનની ટીમના સભ્યો હાજર રહ્યા હતા,