ધરમપુર: સહિત વલસાડ જિલ્લામાં દેવ દિવાળી તહેવારને ધ્યાને લઈ શાંતિ સલામતી જાળવવા ૧૭ નવેમ્બર સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું
મંગળવારના 8:30 કલાકે પ્રસિદ્ધ કરેલા જાહેરનામાની| વિગત મુજબ વલસાડ જિલ્લામાં આગામી સમયમાં દેવ દિવાળી અને ગુરૂનાનક જ્યતિના તહેવારની ઉજવણી થનાર હોવાથી આ સમય દરમિયાન જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ. ડી. ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ તા. ૧૭ નવેમ્બર, ૨૦૨૫ સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.