ગાંધીધામ: ચાવલા ચોક વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા સતત ત્રીજા દિવસે દબાણ હટાવ કામગીરી યથાવત
આજે સવારે 10 વાગ્યે ગાંધીધામ ચાવલા ચોક સાઉથ બજારની પાછળ આવેલ પાર્કિંગના દબાણો બાબતે કમિશનર મનીષ ગુરવાનીની સુચના અને માર્ગદર્શન હેઠળ દબાણ હટાડવાની કામગીરી હાથ ધરવામાં આવી.આ ઝુંબેશમાં મનપાના ૪ જે.સી.બી.,૪ ટ્રેકટર,૨૫ કર્મચારીઓ તથા નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજની સતત હાજરીમાં આજરોજ અંદાજીત કુલ-૫૦ દબાણો દુર કરવામાં આવ્યા. આ ઝુંબેશમાં એ ડિવિઝન પીઆઈ એમ.ડી ચૌધરી, અને પી.એસ.આઇ. ઝાલા દ્વારા કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.