અમદાવાદ શહેર: અમદાવાદમાં ઘર વસાવવાની તક, મુખ્યમંત્રી આવાસ યોજનાનો થશે ડ્રો, જાણો ફોર્મ સંબંધિત તમામ માહિતી
અમદાવાદમાં પોતાનું ઘર ધરાવવાનું સ્વપ્ન જોતા મધ્યમ અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુવર્ણ તક પૂરી પાડવામાં આવી છે. AMC દ્વારા શહેરના પાંચ જુદા જુદા વિસ્તારોમાં ખાલી પડેલા 553 LIG (લોઅર ઇન્કમ ગ્રુપ) આવાસો માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આજથી (30 જુલાઇ) ઓનલાઇન ફોર્મ ભરાવવાની શરૂઆત થઇ ગઇ છે અને 12 સપ્ટેમ્બર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકાશે. આ આવાસ માટે કોમ્યુટરાઇઝડ ડ્રો પદ્ધતિથી મકાનની ફાળવણી કરવામાં આવશે.