શહેરા: શહેરા તાલુકા બ્લોક કચેરીમાં ટીબી ચેમ્પિયનની તાલીમ યોજાઈ હતી
ટીબીમાંથી સાજા થયેલા વ્યક્તિઓને ટીબી ચેમ્પિયનમાં પરિવર્તિત કરવાના ઉદેશ્ય સાથે પંચમહાલ જીલ્લાના શહેરા બ્લોક ખાતે IMPACT INDIA ના PSMRI ટીમ દ્વારા KHPT ના સહયોગથી NTEP પંચમહાલ ટીમ તથા જીલ્લા ક્ષય અધિકારી પંચમહાલ સાથે સંકલનમાં રહીને ૧૬ સપ્ટેમ્બરના રોજ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં કાર્યક્રમમાં બ્લોકમાંથી કુલ ૪૦ ટીબી ચેમ્પીયન એ ભાગ લીધો હતો.