કાલોલ: કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડમી દ્વારા સૈન્યમાંથી ૧૧ અને વનવિભાગના ૪ તાલીમાર્થીઓનો ધારાસભ્ય ના હાથે સન્માન સમારોહ યોજાયો.
કાલોલ પરિશ્રમ ફિઝિકલ એકેડેમીમાંથી તાલીમ પામેલા ૧૧ સૈન્ય અને ૪ વનવિભાગના તાલીમાર્થીઓએ કઠિન ટ્રેનિંગને સફળતાપૂર્વક પાર કરીને આપણા પ્રદેશ સાથે કાલોલ એકેડેમીનું નામ તેજસ્વી બનાવ્યું છે. આ સિદ્ધિને ઉજવવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની અધ્યક્ષસ્થાને કાલોલ શામળદેવી ચોકડી પાસે શીશુ મંદિર શાળાના પ્રાંગણમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને પીઆઇ આર ડી ભરવાડ ના હસ્તે સન્માન કરવામાં આવ્યુ હતુ. એકેડમીના અધિકારીઓ ભાજપ હોદેદારો ગામના આગેવ